Showing posts with label gujarati. Show all posts
Showing posts with label gujarati. Show all posts

Saturday, July 3, 2010

કે ચોમાસુ આવ્યુ

Had a late night call with a client, by the time it was finished and we were about to move out from the office, we just heard some kind of noise. As we opened the window it was the downpour of the first monsoon rains. Just noticed quite a few moments on the way back to home while enjoying the happy good moments of the first monsoon rains. Here are some lines in Gujarati.

આભ રડયું ને આપણું અમદાવાદ ભીંજાયું
વીજળી ત્રાટકી ને આંખો ચમકી
મન ને તન ના ઉશ્કેરાટ ને ટાઢે પાળ્યું
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

ચાલી નીકળી સૌની ગાડી
મન મા ઉભરાયો અંતર્નાદ
ને લોકો એ પોકાર્યો જયનાદ
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

આનંદનગર રોડ એ છલકાયા લોકો
સવ એ માણ્યો વરસાદ નો મોકો
પાણી ભરાયા રસ્તે રસ્તે
હાલી ચાર પૈડા વાડી ગાડી બળદ ગાડે
ને હાલતા હાલતા પછડાઈ તે ખાડે
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

શ્યામલ ચાર રસ્તા એ સામ સામે આવી ગાડી
આવી ગયો એ તાન મા ને ગયો એ અડી
માણેકબાગ એ છલક્યા પાણી
ને બંધ પડી લોકો ની ગાડી
આપી એક્સેલેટર કરતો ભક ભક ગયો હું નીકળી
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

અંજલી ચાર રસ્તે દોડી ૧૦૮ ની વાન
આડી ઉભી આઈઓસી ના બંબા ની વાન
ચઢ્યો બધામા એક તાન
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

દાણીલીમડા એ લાગી ટ્રક ની લાઈન
પણ હતું ત્યાં બધું એકદમ ફાઈન
જોઈ એક ટોળુ થયો હું ધીમો
જોયુ રૈન કોટ પેહરી ભીંજાવા ઉભો તો એક નંગ
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

શાહ-એ-આલમ હતું સાવ શાંત
કાંકરિયા ના પાણી અથડાઈ પાડે
સાંભળી ને અવાજ પડ્યું મન ટાઢે
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

પુષ્પકુંજ એ ચાઇનીસ, ઓમલેટ ની લારી એ થઇ ભીડ
પુનીત આશ્રમ ની ગલી મા હતો હું એકલો
નોતા કોઈ શ્વાન આજે પાછળ દોડવા
વરસતો તો વરસાદ ટીપે ટીપે
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

પોહ્ચ્યો ઘર ની ગલી મા
ના હતા કોઈ બાળકો રમતા ફૂલ રેકેટ
ઘરના આંગણે આવીને રહ્યો ઉભો
માથું કર્યું નીચે ને નાકે મારી છીંક
ને જોયુ તો ચોમાસુ આવ્યુ

Thursday, June 17, 2010

સમજ

Another one in Gujarati. Lately I've been falling in love very much over my mother tongue and just loving like anything to put down what ever strikes the spikes of my mind. This one just came out of a casual chat with a good net friend:

કોઈને કશુજ નહિ સમજાવાનું, જેને જે સમજવું હોઈ તે સમજે,
અને સમજાવા છતાં લોકો એજ સમજશે જે તેમને સમજવું હશે,
એટલે સમજ ની સમજ મા આપની સમજ ના બગાડવી......!!

First post in Gujarati

Have been away from this for a while, just coming up with my first post in Gujarati. It's just a thought which came to mind while enjoying sleeping on the terrace during the summers (what most of the Amdavadi's love to do.)

ઉનાળા ની રાત ને ઊંઘવાને ધાબુ
મધમધતો પવન ને આભ નું ઓઢણું
થાક ની હઠ ને ઊંઘ ની વાટ
મન નો ઉશ્કેરાટ ને નિશા ની નિરાંત
વિચારો ના વમળ ને અર્ધજાગ્રત આભાસ
એકલવાયું તન ને મન ને મસ્તી
સ્વપ્નો નું સર્જન ને આશાઓનું નું ઉન્માદ
એમનું આવું ને મન ને છનછેડવું
પક્ષીઓ નો કલરવ ને પરોઢ નું આગમન
ફરી એજ સવાર ને કામ ની ઝાકળ ઝંઝટ......