આભ રડયું ને આપણું અમદાવાદ ભીંજાયું
વીજળી ત્રાટકી ને આંખો ચમકી
મન ને તન ના ઉશ્કેરાટ ને ટાઢે પાળ્યું
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
ચાલી નીકળી સૌની ગાડી
મન મા ઉભરાયો અંતર્નાદ
ને લોકો એ પોકાર્યો જયનાદ
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
આનંદનગર રોડ એ છલકાયા લોકો
સવ એ માણ્યો વરસાદ નો મોકો
પાણી ભરાયા રસ્તે રસ્તે
હાલી ચાર પૈડા વાડી ગાડી બળદ ગાડે
ને હાલતા હાલતા પછડાઈ તે ખાડે
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
શ્યામલ ચાર રસ્તા એ સામ સામે આવી ગાડી
આવી ગયો એ તાન મા ને ગયો એ અડી
માણેકબાગ એ છલક્યા પાણી
ને બંધ પડી લોકો ની ગાડી
આપી એક્સેલેટર કરતો ભક ભક ગયો હું નીકળી
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
અંજલી ચાર રસ્તે દોડી ૧૦૮ ની વાન
આડી ઉભી આઈઓસી ના બંબા ની વાન
ચઢ્યો બધામા એક તાન
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
દાણીલીમડા એ લાગી ટ્રક ની લાઈન
પણ હતું ત્યાં બધું એકદમ ફાઈન
જોઈ એક ટોળુ થયો હું ધીમો
જોયુ રૈન કોટ પેહરી ભીંજાવા ઉભો તો એક નંગ
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
શાહ-એ-આલમ હતું સાવ શાંત
કાંકરિયા ના પાણી અથડાઈ પાડે
સાંભળી ને અવાજ પડ્યું મન ટાઢે
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
પુષ્પકુંજ એ ચાઇનીસ, ઓમલેટ ની લારી એ થઇ ભીડ
પુનીત આશ્રમ ની ગલી મા હતો હું એકલો
નોતા કોઈ શ્વાન આજે પાછળ દોડવા
વરસતો તો વરસાદ ટીપે ટીપે
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
પોહ્ચ્યો ઘર ની ગલી મા
ના હતા કોઈ બાળકો રમતા ફૂલ રેકેટ
ઘરના આંગણે આવીને રહ્યો ઉભો
માથું કર્યું નીચે ને નાકે મારી છીંક
ને જોયુ તો ચોમાસુ આવ્યુ
man i cannot read ur blog at all anymore! nothing in english at all!!!
ReplyDeletenice 1 !! :)
ReplyDelete@Sid: Will write something in English, but at times I wonder how couldn't you read and understand basic Gujarati, as you've been dwelling here from a decade... :)
ReplyDelete@Aakanksha: thnx.. :)